Connect Gujarat
Featured

ભરૂચ : બેલના ટકોરા પહેલા આવે અને બેલના ટકોરા પછી જાય તેનું નામ શિક્ષક

ભરૂચ : બેલના ટકોરા પહેલા આવે અને બેલના ટકોરા પછી જાય તેનું નામ શિક્ષક
X

ભરૂચના ઝાડેશ્વર સ્થિત કેજીએમ વિદ્યાલય ખાતે શ્રેષ્ઠ શિક્ષણ પારિતોષિક સમારંભનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોનું સન્માન કરાયું હતું.

5 મી સપ્ટેમ્બર એટલે આપણા શિક્ષકથી રાષ્ટ્રપતિના પદ પર પહોચેલા ડો. સવૅપલ્લી રાધાકૃષ્ણ નો જન્મદિવસ. તેમના જન્મદિવસને શિક્ષકદીન તરીકે ઉજવવામાં આવે છે. શિક્ષક જ એક એવો કર્તવ્યનિષ્ઠ છે કે બેલ ના ટકોરા પેલા હાજર થાય છે અને બેલ ના ટકોરા બાદ જ જાય છે. શિક્ષક જ બાળકો ના સવાૅગી વિકાસ માં પાયા ની ભુમિકા ભજવે છે. શિક્ષક જ પોતાના વગૅખંડ માંથી કલેકટર, શિક્ષક, અભિનેતા, રાજનેતા, બનાવી ને મુકે છે.શિક્ષક જ આજીવન વિધાર્થી છે. ગુજરાત રાજ્યય હાથશાળા અને હસ્તકલા વિકાસ નિગમના અધ્યક્ષ શંકર દલવાડીની અધ્યક્ષતામાં ઝાડેશ્વરની કે.જી.એમ. વિદ્યાલય ખાતે જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોને સન્માનિત કરાયાં હતાં. આ અવસરે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ ,નગરપાલિકા પ્રમુખ સુરભી તમાકુવાળા,જિલ્લા શિક્ષણ અધિકારી નવનીત મહેતા ,જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન સહીતના મહેમાનો અને શિક્ષકો હાજર રહયાં હતાં.

તો બીજી તરફ આત્મીય ગ્રીન સ્કૂલ, ઝાડેશ્વર ખાતે શિક્ષક દિન નિમિત્તે શાળાના શિક્ષકોનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચૂડાસમા સહિત ગુજરાત રાજય આચાર્ય સંઘના ઉપ પ્રમુખ પ્રવિણસિંહ રણા, શાળાના એમડી પ્રવિણભાઈ કાછડીયા સહીતના મહેમાનો અને સ્ટાફ હાજર રહયો હતો.

Next Story