Connect Gujarat
સમાચાર

ભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલમાં વસંતપંચમીની ઉજવણી, છાત્રોના ઉજજવળ ભાવિ માટે પ્રાર્થના

ભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલમાં વસંતપંચમીની ઉજવણી, છાત્રોના ઉજજવળ ભાવિ માટે પ્રાર્થના
X

યા કુન્દેન્દુ તુષારહારધવલા, યા શુભ્રવસ્ત્રાવૃતા, આ શ્લોક વિદ્યાના દેવી સરસ્વતી માતાજીનું વર્ણન કરે છે. સરસ્વતી માતાજીને વિદ્યાના દેવી ગણવામાં આવે છે અને તેથી કલા, સંગીત અને શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકો માટે વસંતપંચમીનું અદકેરૂ મહત્વ રહેલું છે. ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલમાં વસંતપંચમીના પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

કોરોના વાયરસના સંક્રમણના કારણે શાળાઓમાં શિક્ષણની સાથે યોજાતાં વિવિધ કાર્યક્રમો ઉપર બ્રેક લાગી ગઇ હતી. કોરોના વાયરસનું સંક્રમણ ઘટી રહયું છે ત્યારે હવે ધીમે ધીમે શાળાઓમાં રોનક પાછી ફરી રહી છે. ભરૂચની જય અંબે ઇન્ટરનેશલ સ્કુલ ખાતે મંગળવારના રોજ વસંતપંચમીના પર્વની ઉજવણી કરાઇ હતી. સરસ્વતી દેવીની પ્રાર્થના સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શાળાના શિક્ષકોએ વસંતપંચમીનું મહત્વ દર્શાવતી કૃતિઓ રજુ કરી હતી. આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષાઓ યોજાવા જઇ રહી છે ત્યારે વિદ્યાર્થીઓ સફળતાના શિખરો સર કરે તેવી પ્રાર્થના સરસ્વતી દેવીને કરવામાં આવી હતી. કાર્યક્રમનું આયોજન જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલના ચેરમેન એમ.એસ.જોલી, કરણ જોલી, ટ્રસ્ટી યોગેશ પારીક, શાળાના આચાર્ય સુજાતા ભટ્ટાચાર્ય તથા અન્ય સ્ટાફના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આચાર્યા સુજાતા ભટ્ટાચાર્યને તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહ બરકરાર રહે તે માટે આજના દિવસની વિશેષ રીતે ઉજવણી કરી હોવાનું જણાવ્યું હતું..

Next Story