પર્યાવરણ બચાવવાના ઉદ્દેશ સાથે નીકળેલા વાપીના યુવાનની સાયકલ યાત્રાનું અંકલેશ્વરમાં સ્વાગત...

વિશ્વભરમાં ક્લાઇમેટ ચેન્જનો પ્રશ્ન ખૂબ વિકટ બનતો જાય છે, ત્યારે આ પ્રશ્નના ઉકેલ માટે વૈજ્ઞાનિકો સમયાંતરે સંશોધનો કરતા રહે છે

New Update
પર્યાવરણ બચાવવાના ઉદ્દેશ સાથે નીકળેલા વાપીના યુવાનની સાયકલ યાત્રાનું અંકલેશ્વરમાં સ્વાગત...

પર્યાવરણ બચાવવાના ઉદ્દેશ સાથે ગુજરાતના વાપીનો યુવાન ભારતભરમાં સાયકલ યાત્રાએ નીકળ્યો છે, ત્યારે આ યુવાન અંકલેશ્વર ખાતે આવી પહોચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

વિશ્વભરમાં ક્લાઇમેટ ચેન્જનો પ્રશ્ન ખૂબ વિકટ બનતો જાય છે, ત્યારે આ પ્રશ્નના ઉકેલ માટે વૈજ્ઞાનિકો સમયાંતરે સંશોધનો કરતા રહે છે. તાજેતરમાં એક સંશોધન પરથી ખ્યાલ આવ્યો છે કે, જેમ વધુ સાયકલનો ઉપયોગ કરો, તેમ ઓછું પ્રદુષણ થાય છે. બાઇક અથવા તો અન્ય વાહન ચલાવવાના સ્થાને જે લોકો સાયકલિંગ કરતા હોય છે, તે લોકો પર્યાવરણની સાથે તંદુરસ્ત પણ રહેતા હોય છે, ત્યારે વાપી પાસે આવેલા લવાછા ગામના પરમવીર નામક યુવાન દ્વારા વધુમાં વધુ લોકો સાયકલ ચલાવવા પ્રેરાઈ તેવા ઉદ્દેશ સાથે ભારત ભ્રમણ પર નીકળી લોકોને પર્યાવરણ સાથે પોતાની તંદુરસ્તી જાળવા જનજાગૃતિ અર્થે સાયકલ યાત્રાની શરૂઆત કરી હતી. જે આજરોજ અંકલેશ્વર શહેર વિસ્તારમાં આવી પહોંચતા લોકોએ ભવ્ય સ્વાગત કરી આગળ પ્રસ્થાન કરાવ્યું હતું.

Latest Stories