Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વરના ભાટવાડ વિસ્તારમાં મકાનમાંથી ૧૦ કિલો ગાંજો મળી આવતા આરોપીની ધરપકડ

ભાટવાડ વિસ્તારમાં આવેલા જુનેજ કોમ્પ્લેક્સના મકાન નંબર ૩૦૯ માં રહેતા મોહમ્મદ સાહેબ અબ્દુલ ગની શેખ નામનો વ્યક્તિ સુરત થી મોટા પાયે ગાંજાનો જથ્થો લાવી વેચાણ કરતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી

અંકલેશ્વરના ભાટવાડ વિસ્તારમાં મકાનમાંથી ૧૦ કિલો ગાંજો મળી આવતા આરોપીની ધરપકડ
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકનાં જુનેદ કોમ્પલેક્ષમાં એક વ્યક્તિ મોટાપાયે ગાંજો લાવી વેચાણ કરતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરતાં ઘરમાંથી ૧૦ કિલો ઉપરાંતનો ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર પંથકના ભાટવાડ વિસ્તારમાં આવેલા જુનેજ કોમ્પ્લેક્સના મકાન નંબર ૩૦૯ માં રહેતા મોહમ્મદ સાહેબ અબ્દુલ ગની શેખ નામનો વ્યક્તિ સુરત થી મોટા પાયે ગાંજાનો જથ્થો લાવી વેચાણ કરતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી તે દરમિયાન મકાનના પલંગ નીચેથી સફેદ કલરના મેણીયા થેલામાંથી એક થેલી તથા સેલોટેપ વીંટાળેલ મળી આવતા તેમાં તપાસ કરતા ૧૦ કિલો ૧૦૬ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેના પગલે આ ગાંજાનો જથ્થો કોણે મોકલ્યો છે તે અંગેની પૂછપરછ કરતાં ઝડપાયેલા મોહમ્મદ સોયબ શેખનાને સુરતના અશ્વિનકુમાર નામના વ્યક્તિએ જથ્થો આપ્યો હોવાનો વિસ્ફોટ થતાં તેને વોન્ટેડ જાહેર કર્યો છે.પોલીસે હાલ તો એક લાખ ઉપરાંતનો ગાંજાનો જથ્થો મોબાઇલ તથા રોકડા મળી અંદાજિત ૧ લાખ ૬ હજાર ૩૬૦નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે

Next Story