આમોદ: રોંધ ગામ નજીક ટ્રક ચાલકે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો, કોઈ જાનહાની નહીં

કારને ટક્કર મારતા કાર રોડની સાઈડમાં ખાબકી હતી જોકે અકસ્માત સરજી ટ્રક ચાલક ઘટના સ્થળેથી ટ્રક સહિત ફરાર થઈ ગયો હતો

New Update

અમોદથી કરજણને જોડતા માર્ગ ઉપર આવેલ આમોદ તાલુકાના રોંધ ગામ નજીક પુરપાટ ઝડપે ધસી આવેલ ટ્રક ચાલકે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. કારને ટક્કર મારતા કાર રોડની સાઈડમાં ખાબકી હતી જોકે અકસ્માત સરજી ટ્રક ચાલક ઘટના સ્થળેથી ટ્રક સહિત ફરાર થઈ ગયો હતો. જોકે સરભાન ગામ નજીકથી ટ્રક ચાલક ઝડપાયો હતો. બનાવને પગલે ઘટના સ્થળે લોકટોળા એકત્ર થયા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાની નહીં થતા ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અકસ્માતમાં કારને વ્યાપક પ્રમાણમાં નુકશાનીની ભીતિ સેવાય રહી છે. અકસ્માત સંદર્ભે પોલીસ ફરિયાદ વિશે કોઈ માહિતી સાંપડી ન હતી..