New Update
આમોદ તાલુકાના કુરચણ તેમજ સીમરથા ગામની વચ્ચે વિદેશી દારૂ ભરેલી કાર પલટી ખાઈ ગઈ હતી.જેથી કારની ડિક્કીમાં રાખેલી વિદેશી દારની બોટલો રોડ ઉપર પડી હતી અને અજાણ્યો કાર ચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો હતો.
આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના સીમરથા તેમજ કુરચણ ગામની વચ્ચે વિદેશી દારૂ ભરેલી કાર પલટી ખાઈ ગઈ હતી.ગાડીની ડીકીમાં વ્હીસ્કીની ૧૨૧ નંગ બોટલ જેની કિંમત રૂપિયા ૧૨,૧૦૦ જે સ્વીફ્ટ ડિઝાયર કારમાં ભરીને કાર ચાલક વેંચાણ કરવાના ઇરાદે જતો હતો. કાર ચાલક બે લાખની કાર મૂકીને ફરાર થઇ ગયો હતો તેમજ રોડ ઉપર વિદેશી દારૂની બોટલો વેરણ છેરણ પડી હતી.પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.