Connect Gujarat
ભરૂચ

ભરૂચ : આમોદના રોઢ ગામ પાસે બાઇક- ટ્રક વચ્ચે અકસ્માત, પિતા અને પુત્રના મોત

ભરૂચ : આમોદના રોઢ ગામ પાસે બાઇક- ટ્રક વચ્ચે અકસ્માત, પિતા અને પુત્રના મોત
X

આમોદ તાલુકાના રોઢ ગામ પાસે બાઇક અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પિતા અને પુત્રના ઘટનાસ્થળે મોત નીપજયાં છે. અકસ્માતમાં પૌત્રને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

આમોદ નજીક આવેલાં રોઢ ગામ પાસે શુક્રવારે બપોરના સમયે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પિતા પુત્રનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયાં છે. ઘમણાદ ગામના એકજ પરિવારના 3 સભ્યો બાઈક ઉપર આમોદથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતાં. તે વેળાએ રોઢ ગામ નજીક ટ્રક ચાલકે તેમની બાઇકને ટકકર મારી હતી. ટ્રકની ટકકર વાગતાં પિતા, પુત્ર અને પૌત્રને ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાના પગલે પિતા અને પુત્રએ સ્થળ પર જ દમ તોડી દીધાં હતાં જયારે પૌત્રને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

બનાવની જાણ થતાં લોકટોળા એકત્ર થઇ ગયાં હતાં. અકસ્માતમાં એક જ પરિવારના બે મોભીના મોતના પગલે ધમણાદ ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આમોદ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડયાં હતાં. બનાવ અંગે ટ્રકના ચાલક સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Next Story