ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના માંડવા ટોલ પ્લાઝા નજીકથી ટ્રકમાં 10 પશુઓને ક્રુરતાપૂર્વક લઈ જવાતા પોલીસે ઝડપી એક આરોપીની ધરપકડ કરી છે.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન હાઇવે ઉપર માંડવા ટોલ પ્લાઝા પાસે ટ્રકમાં ગેરકાયદે પશુઓની થઈ હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો. ટ્રકમાં ક્રુરતાપૂર્વક દોરડાંથી બાંધેલ 7 ભેંસ, 1 પાડો અને 2 બચ્ચા મળી પોલીસે રૂપિયા 82 હજારના પશુધનને બચાવી લીધું હતું. પશુ ક્રુરતા નિવારણ ધારા મુજબ હિંગલોટના ટ્રકચાલકની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે પશુધન મોકલનાર ભરૂચના નાગોરીવાડમાં રહેતા ઇસમને વોન્ટેડ જાહેર કરી ટ્રક સહિત કુલ રૂપિયા 3.82 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.