Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : કોસમડીની સન પ્લાઝામાંથી થયેલ બાઇક ચોરી ભેદ ઉકેલાયો, અક્કલકુવાના ઈસમની ધરપકડ...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામની સન પ્લાઝા સોસાયટીમાંથી થયેલ બાઇકની ચોરી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે.

અંકલેશ્વર : કોસમડીની સન પ્લાઝામાંથી થયેલ બાઇક ચોરી ભેદ ઉકેલાયો, અક્કલકુવાના ઈસમની ધરપકડ...
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામની સન પ્લાઝા સોસાયટીમાંથી થયેલ બાઇકની ચોરી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે.

અંકલેશ્વરમાં વાહન ચોરીની ઘટનામાં ફરી વધારો થયો છે, ત્યારે અંકલેશ્વરના કોસમડી ગામની કુમ કુમ બંગલોઝની બાજુમાં આવેલ સન પ્લાઝા સોસાયટીમાં રહેતા વિકેશકુમાર શંભુનાથ સિંઘએ ગત તારીખ 6ઠ્ઠી એપ્રિલના રોજ પોતાની સોસાયટીના પાર્કિંગમાં પોતાની બાઈક નંબર GJ-16-CD-7242 પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની 35 હજારની બાઇકની ચોરી કરી ફરાર થઇ ગયા હતા, ત્યારે વાહન ચોરી અંગે અંકલેશ્વર GIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ડેડીયાપાડા પોલીસે ચોરીની બાઇકો વેચવા માટે ફરતા અક્કલકુવાના મકારણી ફળિયામાં રહેતો દીનો ઉર્ફે દીનો સબીર મકારણીને ઝડપી પાડ્યો હતો. જેની પૂછપરછ કરતા એક બાઈક તેને અંકલેશ્વરના કોસમડી ગામની સન પ્લાઝા ખાતેથી ચોરી કરી હોવાનું કબૂલ કરતા ડેડીયાપાડા પોલીસે અંકલેશ્વર GIDC પોલીસનો સંપર્ક કરતા બાઈક ચોરની ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story