અંકલેશ્વર : ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર ઝડપાયો...

પોલીસે દરોડા પાડી સ્થળ પરથી વિદેશી દારૂની 78 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 7 હજારનો દારૂ અને રીક્ષા મળી કુલ 37 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર પોલીસે ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્થિત દાતારનગર મસ્જિદ નજીક રિક્ષામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે, ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્થિત દાતારનગર મસ્જિદ પાસે રહેતો બુટલેગર સમીર ફિરોઝ શેખ ઘરની સામે રિક્ષામાં વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેના આધારે પોલીસે દરોડા પાડી સ્થળ પરથી વિદેશી દારૂની 78 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 7 હજારનો દારૂ અને રીક્ષા મળી કુલ 37 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગર સમીર શેખને ઝડપી પાડ્યો હતો.

Latest Stories