Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો પર સકંટના વાદળો, વાંચો કોણે કરી એકસ્પો બંધ રાખવા રજુઆત

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત ડી.એ.આનંદપુરા સ્પોટર્સ કોમ્પલેકસ ખાતે ઇન્ડસ્ટ્રીયલ એકસ્પોનું આયોજન કરાયું છે.

અંકલેશ્વર : ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો પર સકંટના વાદળો, વાંચો કોણે કરી એકસ્પો બંધ રાખવા રજુઆત
X

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન ( એઆઇએ ) તરફથી તારીખ 6 થી 8 જાન્યુઆરી દરમિયાન ઇન્ડસ્ટ્રીયલ એકસ્પોનું આયોજન કરાયું છે પણ હાલની કોરોનાની સ્થિતિ જોતાં એકસ્પો મોકુફ રાખવા માટે યુવા કોંગ્રેસના આગેવાને રજુઆત કરી છે. અંકલેશ્વર- હાંસોટ વિસ્તારના યુવા કોંગ્રેસના પ્રમુખ શરીફ કાનુગાએ તંત્રવાહકોને આપેલાં આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર કોરોનાની મહામારીને ધ્યાનમાં લઇ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે જેમાં ચારથી વધારે લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ અને સભા તેમજ સરઘસ સહિતના કાર્યક્રમો પર તારીખ 18મી સુધી પ્રતિબંધ ફરમાવી દેવાયો છે.

તેમ છતાં અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત ડી.એ.આનંદપુરા સ્પોટર્સ કોમ્પલેકસ ખાતે ઇન્ડસ્ટ્રીયલ એકસ્પોનું આયોજન કરાયું છે. જેમાં 250 જેટલા ઇન્ડસ્ટ્રીયલ સ્ટોલ રાખવામાં આવશે અને લગભગ અંદાજીત 10,000 જેટલા વ્યક્તિઓ આ કાર્યક્રમમાં ભાગ લે તેવું આયોજન કરાયું છે. આ આયોજનથી અંકલેશ્વર શહેર તથા જીઆઇડીસી વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાય તેવી સંભાવના હોવાથી એકસ્પોની મંજુરી રદ કરી જાહેરનામાનો યોગ્ય અમલ થાય તે દિશામાં પગલા ભરવાની માંગ કરવામાં આવી છે.

Next Story