અંકલેશ્વર: નગરપાલિકાના વોર્ડ નંબર એકમાં વિકાસના વિવિધ કામોનું ખાતમુહૂર્ત

અંકલેશ્વર નગરપાલિકા માં આવેલા વોર્ડ નંબર 1 માં નગરપાલિકા દ્વારા રોડ રસ્તા સહિતના 60 લાખ ઉપરાંતના કામોનું ખાતમહુર્ત નગરપાલિકા પ્રમુખ વિનય વસાવાના હસ્તે આજરોજ કરવામાં આવ્યું

New Update

અંકલેશ્વર નગરપાલિકા માં આવેલા વોર્ડ નંબર 1 માં નગરપાલિકા દ્વારા રોડ રસ્તા સહિતના 60 લાખ ઉપરાંતના કામોનું ખાતમહુર્ત નગરપાલિકા પ્રમુખ વિનય વસાવાના હસ્તે આજરોજ કરવામાં આવ્યું હતું.જેમાં સેફરોન થી નીલકંઠ વીલા સુધી, વૃંદાવન થી જલારામ નગર સુધી મંગલ મૂર્તિ તરફ જતો માર્ગ ,રાજેશ નગર પંપીંગ સ્ટેશન પાસે નવી ડ્રેનેજ લાઇન નાખવાના કામની શરૂઆત કરવામાં આવી હતી.આ પ્રસંગે શહેર ભાજપના મહામંત્રી મિનેશ ગાંધી, નગરપાલિકા ઉપપ્રમુખ કલ્પના મેરાઇ, વાહન કમિટીના ચેરમેન નિલેશ પટેલ, ડ્રેનેજ કમિટીના ચેરમેન અતુલ મોદી, માધ્યમિક કમિટીના ચેરમેન કિજંલબા ચૌહાણ સહિતના આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા