અંકલેશ્વર:બાકરોલ ગામે કટિંગ થતો દારૂનો ₹11.23 લાખનો જથ્થો ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો,2 બુટલેગરો ફરાર

ભરૂચ એલસીબીની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી ત્યારે શ્રીપલસિંહને અંકલેશ્વરના 2 બુટલેગરો દારૂનો જથ્થો કટિંગ કરી રહ્યા હોવાની બાતમી મળી હતી.

New Update

અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામે ટેમ્પો, 3 કારમાં રાતે અંધારામાં બુટલેગરો દ્વારા કટિંગ થતા દારૂના ₹11.23 લાખના જથ્થાને LCB એ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ એલસીબીની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી ત્યારે શ્રીપલસિંહને અંકલેશ્વરના 2 બુટલેગરો દારૂનો જથ્થો કટિંગ કરી રહ્યા હોવાની બાતમી મળી હતી.બાતમી આધારે બાકરોલ ગામે કામધેનુ એસ્ટેટમાં અવાવરું જગ્યાએ દરોડો પાડતા બુટલગરોમાં નાસભાગ મચી ગઇ હતી. સ્થળ ઉપર બંધ બોડીનો ટેમ્પો, ઇનોવા, અમેઝ અને આઈ20 કારમાથી દારૂ અને બિયરનો વિપુલ જથ્થો મળી આવ્યો હતો.એલસીબીએ દારૂ ટેમ્પો, 3 કાર, બે બાઇક મળી કુલ રૂપિયા 31.63 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તો ફરાર બુટલેગર જીગ્નેશ ઉર્ફે જીગો પરીખ અને રમાઝાન શેખને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.

Latest Stories