Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : એક્સપ્રેસ-વેની કામગીરીમાં વળતર મામલે દીવા-પુનગામના ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના દીવા અને પુનગામ ખાતે ફરી એકવાર એક્સપ્રેસ-વેની કામગીરીમાં વળતર મામલે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના દીવા અને પુનગામ ખાતે ફરી એકવાર એક્સપ્રેસ-વેની કામગીરીમાં વળતર મામલે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે.

ભરૂચ જિલ્લામાં એક્સપ્રેસ-વેની કામગીરી અંકલેશ્વર, હાંસોટ અને આમોદ તાલુકાના કેટલાક ગામોમાં જમીન સંપાદન વળતરને લઈ છેલ્લા કેટલાક વર્ષોથી ઘોંચમાં પડી છે. સુરત, વલસાડ અને નવસારી જિલ્લાના ખેડૂતોને આપયેલ વળતર જેટલી અસરગ્રસ્ત ખેડૂતો માંગ કરતાં આવ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના દીવા અને પુનગામ ખાતે ફરી એકવાર એક્સપ્રેસ-વેની કામગીરીમાં વળતર મામલે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. પોલીસ પ્રોટેક્શન વચ્ચે દીવા ગામ નજીક કામગીરી શરૂ થતાં ખેડૂતોએ યોગ્ય વળતર મામલે રજૂઆત કરી વિરોધ દર્શાવ્યો હતો. ખેડૂત આગેવાનના જણાવ્યા અનુસાર, વર્ષ 2018માં દીવા ગામના 58 જેટલા અસરગ્રસ્ત ખેડૂતો પૈકી 36 ખેડૂતોને રેગ્યુલર એવોર્ડની કોપી મળી છે, જ્યારે અન્ય 22 અસરગ્રસ્ત ખેડૂતોની છેલ્લા 4 વર્ષમાં એક્સપ્રેસ-વેમાં કેટલી જમીન સંપાદનમાં જાય છે, તેમજ કેટલું વળતર મળવાપાત્ર છે, તે અંગે હજુ સંપાદન અધિકારી તરફથી સ્પષ્ટ થયું નથી, ત્યારે સર્વે નંબર 14 પર એક્સપ્રેસ-વેની કામગીરીમાં જમીન સંપાદનના પ્રશ્નનો ઉકેલ ન આવતા ખેડૂતોએ કામગીરી અટકાવી વિરોધ દર્શાવ્યો હતો.

Next Story