Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : હિના એંજિનિયરિંગ કંપનીમાંથી રૂ.15 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો,2 આરોપીઓની ધરપકડ

જી.આઈ.ડી.સી.ની હિના એંજિનિયરિંગ કંપનીમાં વિદેશી દારૂ ભરેલ પિકઅપ ગાડી મળી કુલ 19.29 લાખનો મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા

અંકલેશ્વર : હિના એંજિનિયરિંગ કંપનીમાંથી રૂ.15 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો,2 આરોપીઓની ધરપકડ
X

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની હિના એંજિનિયરિંગ કંપનીમાં વિદેશી દારૂ ભરેલ પિકઅપ ગાડી મળી કુલ 19.29 લાખનો મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા જ્યારે મુખ્ય બુટલેગર સહિત બે બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા છે

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની હિના એંજિનિયરિંગ કંપનીમાં બુટલેગર જિગ્નેશ પરિખે વિદેશી દારૂનો જથ્થો માંગવી સંતાડેલ છે જેવી બાતમી આધારે જી.આઈ.ડી.સી.પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો પિકઅપ ગાડી નંબર-એમ.એચ.48.સી.બી.0729માં સગેવગે કરતાં બે ઇસમોને ઝડપી પાડ્યા હતા પોલીસને પિકઅપ ગાડી અને કંપનીના ઓરડામાંથી વિદેશી દારૂની 11 હજારથી વધુ નંગ બોટલ મળી આવી હતી પોલીસે 15.29 લાખનો દારૂ અને ચાર લાખની પિકઅપ ગાડી તેમજ ફોન મળી કુલ 19.29 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને કંપની ખાતે રહેતા મોટી ભૂરા કટારા અને કાના પાદરીયાને ઝડપી પાડ્યો હતો જ્યારે પોલીસે વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર બુટલેગર જિગ્નેશ પરિખ અને કંપનીના માલિકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story