Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: ગણેશ રેમીડિસ કંપનીના પ્રોડક્શન કેમિસ્ટનું કારસ્તાન,CCTV બંધ કરી કેમિકલ્સના ડ્રમ કરતો હતો ગાયબ

કેમિસ્ટે 5 વખત કંપનીના સીસીટીવી બંધ કરી 5 થી 6 ડ્રમની ચોરી કરી હોવાનું સામે આવ્યું

અંકલેશ્વર: ગણેશ રેમીડિસ કંપનીના પ્રોડક્શન કેમિસ્ટનું કારસ્તાન,CCTV બંધ કરી કેમિકલ્સના ડ્રમ કરતો હતો ગાયબ
X

અંકલેશ્વર જીઆઇડીસીમાં ગણેશ રેમીડિસ યુનિટ 2 માં સાઇટ હેડ તરીકે ફરજ બજાવતા નિખિલ ચભાડીયાં 25 માર્ચે પ્લાન્ટમાં રાઉન્ડમાં ગયા હતા. જ્યાં ઝાઈલિન મટિરિયલ્સના ડ્રમ ઓછા જણાયા હતા. તેઓએ સિસિટીવી ચેક કરતા કેટલાક સમય માટે બંધ કરાયા હોવાનું ખુલ્યું હતું. સામે આવેલી શ્રીનાથજી કંપનીના ફૂટેજ ચેક કરતા એક ટેમ્પો ડ્રમ ભરી તેમની કંપનીમાંથી નીકળ્યો હોવાની હકીકત બહાર આવી હતી. જે અંગે પ્રોડકશન કેમિસ્ટ કલ્પેશ દોગાને પૂછતાં તેને પૈસાની લાલચે ડ્રમની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

કંપનીની બદનામીના ડરથી તે સમયે પોલીસ ફરિયાદ કરાઇ ન હતી. જોકે પ્રોડક્શન કેમિસ્ટે 4 ડ્રમ ચોરી કર્યા હોવાનું બહાર આવતા સીસીટીવી તપાસતા માર્ચ મહિનામાં જ આ કેમિસ્ટે 5 વખત કંપનીના સીસીટીવી બંધ કરી 5 થી 6 ડ્રમની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. અન્ય કામદારો અને મજૂરોને બોલાવતા તેઓએ કંપનીના અધિકારીઓને જણાવ્યું હતું કે, કલ્પેશે તેંઓ પાસે 5 થી 6 ડ્રમ ભરાવેલા હતા. જેના સ્થાને ખાલી ડ્રમ મૂકી દીધા હતા. તે કંપનીના સાઇટ હેડે કેમિસ્ટ સામે રૂપિયા એક લાખના કેમિકલ ચોરીની જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Next Story