અંકલેશ્વર: અનૈતિક સંબંધના વહેમમાં પતિએ કરી પત્નીની હત્યા, પોલીસે શરૂ કરી તપાસ

New Update

અંકલેશ્વરના ગડખોલ ગામની હદમાં આવેલ ઓમ સાઈ રેસિડેન્સીમાં પત્નીના અનૈતિક સંબંધનો વહેમ રાખી પતિએ પત્નીના દુપટ્ટા વડે ગળે ટૂંપો આપી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. મૂળ યુપીના અને હાલ મહારાષ્ટ્રના ભાયંદર વેસ્ટના કરાઈ પાડા મોહલ્લામાં રહેતા વસીમખાન નઈમખાનની બહેન શીઇનાબાનુનું લગ્ન વર્ષ-૨૦૧૨માં સદ્દામ ખાન રમઝાનખાન સાથે થયા હતા લગ્ન જીવન દરમિયાન તેઓને ત્રણ સંતાનોનું સુખ મળ્યું છે. શીઇનાબાનુ તેના પતિ સાથે છેલ્લા બે વર્ષથી અંકલેશ્વરના ગડખોલ ગામના મીઠા ફેકટરી પાછળ ઓમ સાઈ રેસિડેન્સીમાં ભાડાના મકાનમાં રહે છે..

Advertisment

ગતરોજ રાતે પતિ કામ ઉપરથી ઘરે આવ્યો હતો તે દરમિયાન કોઈ ઇસમ ઘરમાંથી ભાગી બહાર નીકળ્યો હોય તેવો અવાજ આવતા પત્નીના અનૈતિક સંબંધનો વહેમ રાખી દંપતી વચ્ચે બોલાચાલી થતા પતિએ પત્નીએ પહેરેલ ડ્રેસના દુપટ્ટા વડે ગળે ટૂંપો આપી તેણીને મોતના ઘાટ ઉતારી ફરાર થઇ ગયો હતો બનાવ અંગેની જાણ અંકલેશ્વર બી ડીવીઝન અને ડીવાયએપી ચિરાગ દેસાઈને થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવી હત્યા અંગેનો ગુનો નોંધી હત્યારાને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.

Advertisment