Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: મીરા નગર નજીક ડમ્પરની અડફેટે સાયકલ સવાર બે પૈકી એક યુવાનનું મોત,પોલીસે શરૂ કરી તપાસ

મીરા નગર પાસે હાઈવા ચાલકે સાઇકલ સવાર બે યુવાનોને ટક્કર મારતા એકનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું

અંકલેશ્વર: મીરા નગર નજીક ડમ્પરની અડફેટે સાયકલ સવાર બે પૈકી એક યુવાનનું મોત,પોલીસે શરૂ કરી તપાસ
X

અંકલેશ્વર-રાજપીપળા માર્ગ ઉપર મીરા નગર પાસે હાઈવા ચાલકે સાઇકલ સવાર બે યુવાનોને ટક્કર મારતા એકનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું

મૂળ યુપીના અને હાલ ઝઘડિયા જી.આઈ.ડી.સી.માં આવેલ સ્ટાર ઓકસોકેમ કંપની રહેતા જય પ્રકાશ મહેન્દ્ર યાદવના નાના ભાઈ 22 વર્ષીય આકાશ યાદવ ગત તારીખ-25મી જાન્યુઆરીના રોજ રૂમ પાર્ટનર સરવન યાદવ સાથે સાઇકલ ઉપર મીરા નગર પાસે દૂધ લેવા ગયા હતા જેઓ પરત પોતાના રૂમ પર જઈ રહ્યા હતા તે દરમિયાન મીરા નગર પાસે પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલ હાઈવા ટ્રક નંબર-જી.જે.16.એ.યુ.7178ના ચાલકે સાઇકલ સવારોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાઓ પહોંચતા આકાશ યાદવને તાત્કાલિક 108 સેવાની મદદ વડે સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જેનું ગતરોજ રાતે ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું અકસ્માત અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Next Story