Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : ઓનલાઇન સ્કીમમાં રૂ. 9 લાખની છેતરપિંડી થતાં 2 ગઠિયા વિરુદ્ધ મહિલાએ નોંધાવી GIDC પોલીસ મથકે ફરિયાદ...

અંકલેશ્વર : ઓનલાઇન સ્કીમમાં રૂ. 9 લાખની છેતરપિંડી થતાં 2 ગઠિયા વિરુદ્ધ મહિલાએ નોંધાવી GIDC પોલીસ મથકે ફરિયાદ...
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસીમાં રહેતી મહિલા સાથે રિયલ રિચ ઓનર નામની ઓનલાઇન સ્કીમ બનાવી રૂ. 9 લાખની છેતરપિંડી કરનાર 2 ગઠિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર જીઆઈડીસીના સરદાર પાર્ક ચોકડી નજીક આવિષ્કાર સોસાયટીમાં રહેતા સ્વીટી નિમિષ કોઠારી ગત તારીખ 15મી જુલાઈના રોજથી 3-10-22 સુધી રિયલ રિચ ઓનર નામની ઓનલાઈન સ્કીમની લોભામણી જાહેરાત જોઈ 8 ટકા રોકાણ કર્યું હતું. જે બાદ નિજામુદ્દીન નવાઝુદ્દીન ઉર્ફે રાજા શેખ અને સૂરજ ચૌરસીયાએ મહિલાના રૂ. 9 લાખ ચાઉ કરી લેતા મહિલાએ છેતરપીંડી અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Next Story