Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: પ્રોલાઈફ ફાઉન્ડેશન સહિતની સંસ્થાઓ દ્વારા પૂરઅસરગ્રસ્ત ગામોમાં લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુનું કરાયુ વિતરણ

પૂરઅસરગ્રસ્ત ગામોમાં પ્રોલાઈફ ફાઉન્ડેશન સહિતની સંસ્થાઓ દ્વારા લોકોને જીવન જરરૂરિયાતની ચીજવસ્તુનું વિતરણ કરવામાં આવ્યું

X

અંકલેશ્વર પૂરઅસરગ્રસ્ત ગામોમાં પ્રોલાઈફ ફાઉન્ડેશન સહિતની સંસ્થાઓ દ્વારા લોકોને જીવન જરરૂરિયાતની ચીજવસ્તુનું વિતરણ કરવામાં આવ્યું હતું અંકલેશ્વરના પ્રોલાઈફ ફાઉન્ડેશન અને હેલ્પલાઇન ગ્રુપને સાથે રાખી અંકલેશ્વર શહેરના કેટલાક પૂરગ્રસ્ત વિસ્તારો તેમજ નદી કાંઠાના ગામોમાં સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.પ્રોલાઈફ ફાઉન્ડેશન,નિરવ સોની અને કોહિનૂર સોસાયટીના સભ્યોએ સેવાકાર્ય હાથ ધર્યું હતું.

આ કાર્યમાં ભરૂચ પોલીસ અને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો પણ સહકાર સાંપડ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રોલાઇફ ફાઉન્ડેશનના યોગેશ પારિક,અજય પટેલ,અંકલેશ્વર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ તૃપ્તિ જાની,હેલ્પલાઇન ગ્રૂપના જયદીપ ચૌહાણ, અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેકટર વી.યુ.ગડરીયા,બીટ જમાદાર કમલેશભાઈ,પ્રવીણભાઈ,નીરવ સોની સહિતના આગેવાનો જોડાયા હતા અને અસરગ્રસ્ત લોકોને જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુનું વિતરણ કરવામાં આવ્યું હતું

Next Story