અંકલેશ્વર: રાજપીપળા રોડ પર ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, સાત જુગારી જુગાર રમતા ઝડપાયા

બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ ૧૮ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો

New Update

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં રાજપીપળા રોડ ઉપર આવેલ સોનમ સોસાયટીમાં ખુલ્લી જગ્યામાંથી જુગાર રમતા સાત જુગારીયાઓને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ જીલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ અને નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇ દ્વારા જીલ્લામાં પ્રોહીબીશન જુગારની અસામાજિક પ્રવૃતિ ચલાવતા તત્વોને અટકાવવા અંકલેશ્વર જી.આઈ.સી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રાજપીપળા રોડ ઉપર આવેલ સોનમ સોસાયટીમાં ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યો છે ..

Advertisment

બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ ૧૮ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મીરાનગરમાં રહેતો જુગારી ધર્મેન્દ્રકુમાર રમેશચંદ્ર પ્રજાપતિ, દીપકસિંગ શિવવીરસિંગ સિંગ, ક્રિપાશંકરકુમાર મુકતિપ્રસાદ મંડલ અને રાહુલ શ્રીજશવંતસિંગ જાટ, નિર્દેશકુમાર વેચેલાલ રાઠોડ સહીત સાત જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા

Advertisment