Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: તસ્કરોએ કીમતી નળ સહિત રૂ.54 હજારના માલમત્તાની કરી ચોરી,તસ્કરો CCTV કેમેરામાં કેદ

સુરતના કતાર ગામ સ્થિત માનસી ફ્લેટમાં રહેતા રાજુ થોભણ બદાણીની અંકલેશ્વરની ઇ.એસ.આઈ હોસ્પિટલની બાજુમાં આવેલ રિયો પ્લાઝા-2ના મકાન નંબર-103માં ઓફિસ આવેલ છે

અંકલેશ્વર: તસ્કરોએ કીમતી નળ સહિત રૂ.54 હજારના માલમત્તાની કરી ચોરી,તસ્કરો CCTV કેમેરામાં કેદ
X

અંકલેશ્વરની ઇ.એસ.આઈ હોસ્પિટલની બાજુમાં આવેલ રિયો પ્લાઝા-2 સ્થિત ઓફિસને તસ્કરોએ નિશાન બનાવી નળ સહિતનો પ્લમ્બરીંગનો સામાન મળી કુલ 54 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરીની ઘટના સીસીટીવી કેમેરા કેદ થઈ છે.

સુરતના કતાર ગામ સ્થિત માનસી ફ્લેટમાં રહેતા રાજુ થોભણ બદાણીની અંકલેશ્વરની ઇ.એસ.આઈ હોસ્પિટલની બાજુમાં આવેલ રિયો પ્લાઝા-2ના મકાન નંબર-103માં ઓફિસ આવેલ છે જે ઓફિસમાં કન્સ્ટ્રકશનને લાગતો સામાન મુકવામાં આવ્યો છે જે ઓફિસના બાજુમાં આવેલ મકાન નંબર-104નો દરવાજાનું તાળું તોડી તસ્કરો તેઓની ઓફિસમાં પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલા મોંઘીદાટ કંપનીના નળ, કન્સિલ કોક,ફલ્સ કોક મળી કુલ 54 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરીની ઘટના બિલ્ડીંગમાં લગાવેલ સીસીટીવી કેમેરા થઈ છે જેમાં એક તસ્કર અંદર પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપી બહાર નીકળતો નજરે પડી રહ્યો છે ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Next Story