Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: યુવતીનો મોબાઈલ ફોન ઝૂંટવી ફરાર થયેલ આરોપીની જી.આઈ.ડી.સી.પોલીસે કરી ધરપકડ

મૂળ રાજસ્થાન અને હાલ અંકલેશ્વરના જીતાલી ગામની ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતી નિશાબેન ગોકુળ પ્રજાપતિ ઇ.એસ.આઈ હોસ્પિટલની કેન્ટીનમાં રસોઈયા તરીકે નોકરી કરે છે

અંકલેશ્વર: યુવતીનો મોબાઈલ ફોન ઝૂંટવી ફરાર થયેલ આરોપીની જી.આઈ.ડી.સી.પોલીસે કરી ધરપકડ
X

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની યોગી એસ્ટેટ પાસે ઇ.એસ.આઈ હોસ્પિટલની કેન્ટીનમાં કામ કરતી યુવતીનો મોબાઈલ ફોન ઝૂંટવી ફરાર થયેલ આરોપીને પોલીસે જીતાલી ખાતેથી ઝડપી પાડ્યો હતો

મૂળ રાજસ્થાન અને હાલ અંકલેશ્વરના જીતાલી ગામની ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતી નિશાબેન ગોકુળ પ્રજાપતિ ઇ.એસ.આઈ હોસ્પિટલની કેન્ટીનમાં રસોઈયા તરીકે નોકરી કરે છે જેઓ ગતરોજ સવારે પોતાના ઘરેથી નીકળી નોકરી ઉપર જઈ રહી હતી તે દરમિયાન અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની યોગી એસ્ટેટ પાસે પોતાના પિતા સાથે મોબાઈલ ફોન ઉપર વાતચિત કરી રહી હતી તે વેળા પાછળથી બાઇક ઉપર આવેલ ગઠિયો યુવતીના હાથમાં રહેલ 15 હજારના મોબાઈલ ફોન ઝૂંટવી ફરાર થઈ ગયો હતો મોબાઈલ ફોનના ચીલ ઝડપ અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન પોલીસે જીતાલી ગામની લેક વિલા-1માં રહેતો સલમાન અસલમ મુસ્તકિલને ઝડપી પાડી તેની પાસેથી મોબાઈલ ફોન કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story