ભરૂચની શ્રવણ ચોકડી વિસ્તારમાં મોડી રાત્રે અંધારાનો લાભ લઇ વિવિધ હથિયારો વડે સટલ ઉંચા કરી દુકાનમાં પ્રવેશી રોકડ પરચુરણની ચોરી કરતા તસ્કરો દુકાનોમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે સીસીટીવી કેમેરામાં દેખાતા તસ્કરોનું મેળવવાના પ્રયાસો હાથ ધરી ૩ તસ્કરોને ઝડપી પાડવામાં એ ડિવિઝન પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે
ભરૂચની શ્રવણ ચોકડી નજીક અનાજ કરિયાણાની દુકાન સહિત અન્ય દુકાનોના શટર ઉંચા કરી મોડી રાત્રે તસ્કરો તરખલાટ મચાવતા હોવાની ફરિયાદો સામે આવી હતી જેમાં તસ્કરો એક દુકાનમાં તસ્કરી કરી રહ્યા હોવાની તમામ કરતુંતો દુકાનોમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થતાં પોલીસે તસ્કરોનું પગલું મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા તે દરમિયાન ભરૂચના શક્તિનાથ રેલવે ટ્રેક નજીક આવેલ ઝૂંપડપટ્ટીમાં રહેતા કરણ ભાભોર (ઉંમર વર્ષ ૨૧) રાહુલભાઈ રાવત (ઉંમર વર્ષ ૨૧) તથા આલ્કેશભાઇ ગણવા (ઉંમર વર્ષ ૨૨) તથા રાકેશ મેડા હોવાની ઓળખ થતા પોલીસે ચાર પૈકી ત્રણેયને દબોચી લીધા હતા અને તેમની પાસેથી ચોરીમાં ગયેલા રોકડા રૂપિયા ૨૫૦૦ સહીત ઊંચા કરવાના સાધનો કબજે કરી કેટલી તસ્કરીને અંજામ આપ્યો છે તે માહિતી મેળવવા માટે રિમાન્ડની તજવીજ આરંભે છે