ભરૂચ : જંબુસરના નાગેશ્વર તળાવમાં પગ લપસતાં 3 બાળકો ડૂબ્યા, એક બાળકનું મોત...
જિલ્લાના જંબુસર નગરના નાગેશ્વર તળાવ કિનારે ઉભેલા 3 બાળકોના પગ લપસતાં તળાવમાં ડૂબતા સ્થાનિક તરવૈયાઓએ 2 બાળકોને બચાવી લીધા હતા,

ભરૂચ જિલ્લાના જંબુસર નગરના નાગેશ્વર તળાવ કિનારે ઉભેલા 3 બાળકોના પગ લપસતાં તળાવમાં ડૂબતા સ્થાનિક તરવૈયાઓએ 2 બાળકોને બચાવી લીધા હતા, જ્યારે ડૂબી ગયેલા એક બાળકની શોધખોળ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, જંબુસર નગરની વચ્ચે આવેલા નાગેશ્વર તળાવની પાળ ઉપર પઠાણી ભાગોળ વિસ્તારના 3 બાળકો ઉભા હતા. તે દરમ્યાન પગ લપસતા 3બાળકો તળાવમાં ડૂબ્યા હતા, બાળકો તળાવમાં ડૂબ્યા હોવાની જાણ આજુબાજુના લોકોને થતા તાત્કાલિક લોકો તળાવ ખાતે દોડી આવ્યા હતા, ત્યારે સ્થાનિક તરવૈયાઓએ તળાવમાં ડૂબતા 3 બાળકો પૈકી 2 બાળકોને બચાવી લીધા હતા, જ્યારે પઠાણી ભાગોળમાં રહેતા અબ્દુર રહેમાન અનીશ શેખ નામના બાળકનો પત્તો નહીં લાગતાં તેની શોધખોળ કરવામાં આવી હતી, ત્યારે ભારે જહેમત બાદ સ્થાનિક તરવૈયા તથા ફાયર બ્રિગેડના જવાનોએ તળાવમાં શોધખોળ આદરી અબ્દુલ રહેમાન શેખના મૃતદેહને શોધી કાઢ્યો હતો. એક બાળકનું મોત નિપજતા વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. બનાવની જાણ જંબુસર પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.