Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ઝઘડિયાના ઇન્દોર ગામે ૭૩માં તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી, વૃક્ષારોપાણનો યોજાયો કાર્યક્રમ

૭૩માં વન મોહત્સવની ઉજવણીનાં ભાગરૂપે ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ઇન્દોર સરકારી માધ્યમિક શાળાનાં પટાંગણમાં કાર્યક્રમ યોજાયો હતો

ભરૂચ: ઝઘડિયાના ઇન્દોર ગામે ૭૩માં તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી, વૃક્ષારોપાણનો યોજાયો કાર્યક્રમ
X

ઝઘડીયા તાલુકાના ઇન્દોર ગામે ૭૩માં તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો આઝાદીકા અમૃત મોહત્સવ અભિયાન અંતર્ગત ધનિષ્ટ વનીકરણ ઝુંબેશ હેઠળ ગુજરાત ની ધરતી ને વૃક્ષ વાવી હરીયાળી, રમણીય, લીલીછમ બનાવવા માટે સામાજિક વનીકરણ રેન્જ ઝઘડીયા દ્વારા આયોજિત તાલુકા કક્ષાના ૭૩માં વન મોહત્સવની ઉજવણીનાં ભાગરૂપે ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ઇન્દોર સરકારી માધ્યમિક શાળાનાં પટાંગણમાં કાર્યક્રમ યોજાયો હતો

જેમાં શાળાનાં કંપાઉન્ડમાં ૧ હજાર જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યુ હતુ, વનવિભાગના અધિકારીઓ,ઈન્દોર ગામના સરપંચ,ગામના આગેવાનો, શાળાના આચાર્ય, શિક્ષકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે ઝઘડિયા રેંજ ફોરેસ્ટ ઓફિસર આર.એસ. રહેવર દ્વારા કાર્યક્રમમાં હાજર તમામ લોકોને તેમજ શાળાના બાળકોને જીવનમાં વૃક્ષોનું મહત્વ સમજાવ્યુ હતુ, અને પર્યાવરણની જાળવણીમાં વૃક્ષોનું મહત્વ હોવાથી વધુ વૃક્ષો રોપીને પર્યાવરણની જાળવણી કરવી જોઇએ એ વાત પર ભાર મુકવામાં આવ્યો હતો.

Next Story