Connect Gujarat
ભરૂચ

ભરૂચ જીલ્લામાં અત્યાર સુધીમાં ૯૩.૫% વેકસીનેશન, ૫૦ ટકા લોકોના બંને ડોઝ સંપન્ન

ભારત દેશ કોરોનાની રસીમાં અગ્રીમ હરોળમાં આવી ગયો છે અને દેશમાં રસીકરણનો આંકડો ૧૦૦ કરોડને પાર થઇ ગયો છે

ભરૂચ જીલ્લામાં અત્યાર સુધીમાં ૯૩.૫% વેકસીનેશન,  ૫૦ ટકા લોકોના બંને ડોઝ સંપન્ન
X

ભરૂચ જીલ્લામાં અત્યાર સુધીમાં ૯૩.૫ ટકા લોકોને કોરોનાની રસી આપી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં જીલ્લામાં ૫૦ ટકા થી વધુ લોકોએ કોરોનાની રસીના બંને ડોઝ લઇ લીધા છે. ભારત દેશ કોરોનાની રસીમાં અગ્રીમ હરોળમાં આવી ગયો છે અને દેશમાં રસીકરણનો આંકડો ૧૦૦ કરોડને પાર થઇ ગયો છે ત્યારે ભરૂચ જીલ્લામાં પણ રસીકરણ ખુબ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે. જીલ્લા આરોગ્ય વિભાગના અથાગ પ્રયાસોથી હાલ સુધીમાં જીલ્લામાં કુલ ૯૩.૫ ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે

જે પૈકી ૫૦ ટકા જેટલા લોકોએ બંને ડોઝ લઇ લીધા છે. જીલ્લા આર્યોગ્ય વિભાગ દ્વારા જીલ્લામાં ૧૨.૬૮ લાખ લોકોને રસી મુકવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. જે પૈકી ૧૧ લાખ ૮૫ હજાર ૪૭૨ લોકોએ રસી મુકવી દીધી છે. ઉપરાંત જીલ્લામાં ૬ લાખ ૧ હજાર ૪૪૭ લોકોએ કોરોનાની રસીના બંને ડોઝ લઇ લીધા છે. ભરૂચ જીલ્લો ૧૦૦ ટકા રસીકરણ તરફ આગળ વધી રહ્યો છે આગામી ટૂંક સમયમાં તે શિખર પણ સર કરી લેશે.પહેલા ડોઝમાં વાગરા તાલુકો 130.46 ટકા સાથે પ્રથમ ક્રમે છે જ્યારે બીજા ક્રમે અંકલેશ્વર તાલુકો 126.58 ટકા અને ત્રીજા ક્રમે હાંસોટ તાલુકો 109.46 ટકાનું રસીકરણ થયું છે

Next Story