Connect Gujarat
ભરૂચ

ભરૂચ: વાલિયાના અંતરિયાળ વિસ્તારમાં દીપડીને ઝેર આપી મોતને ઘાટ ઉતારાય હોવાનો દાવો, વાંચો ચોંકાવનારો કિસ્સો

ભરૂચ: વાલિયાના અંતરિયાળ વિસ્તારમાં દીપડીને ઝેર આપી મોતને ઘાટ ઉતારાય હોવાનો દાવો, વાંચો ચોંકાવનારો કિસ્સો
X

તાજેતરમાં જ આપણે એક ફિલ્મ નિહાળી હતી અને એનું નામ હતું "શેરની". આ ફિલ્મમાં એક વાઘના શંકાસ્પદ મૃત્યુની કહાની દર્શાવવામાં આવી છે. આવી જ એક ઘટના ભરૂચ જીલ્લામાં પણ બની છે.આ ઘટનાની વિગતો પર નજર કરીયે તો વાલીય તાલુકામા દિપડા પર રીસર્ચ કરી રહેલ ટીમ દ્વારા વર્ષ ૨૦૧૮-૨૦૨૨ સુધી એક દીપડી ને ટ્રેક કરી અભ્યાસ કરવામાં આવ્યો હતો ત્યારે સાડા ચાર વર્ષ જેટલા લાંબા ગાળા માટે એક જ દિપડા પર અભ્યાસ કર્યાનો ગુજરાતનો આ પહેલો કિસ્સો છે.


વર્ષે ૨૦૧૮ મા નેત્રંગ વનવિભાગ દ્વારા વાલિયા તાલુકાના ડણસોલી ગામેથી એક દીપડી પાંજરે પૂરી એ દરમ્યાન લોખંડના નોન ટેકનીકલ પીંજરાથી દીપડીની પૂછ તૂટી ગઈ હતી દીપડીના બચ્ચા જેતે સ્થળે રહી જતા વનવિભાગ દ્વારા દીપડીને ઘર્ષણનો બનાવ ન બને એ હેતુથી દીપડીને વનવિભાગ દ્વારા ખેતરની સીમમા છોડવાનો નિર્ણય લેવાયો હતો ત્યારબાદ વાલિયા તાલુકામા ઘણા વર્ષોથી કેમેરા ટ્રેપિંગથી દિપડા પર રિસર્ચ કરી રહેલ ટીમ દ્વારા આ દીપડી પર અભ્યાસ શરૂ કરાયો હતો અને દીપડીની તૂટી ગયેલ પૂછડીને લઇ એનું નામ બ્રોકન ટેલ રાખવામાં આવ્યું હતુ.આ દીપડી ડણસોલી,ગાંધુ,કરા,મેરા,ઘોડા તેમજ માંગરોળ તાલુકાના ગીજરમ ,અમલદેરા મળી કુલ ૨૨ કી.મી.માં પોતાની ટેરીટરી બનાવી અસ્તિત્વ જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહી હતી. આ દીપડી અત્યાર સુધી ૩ વાર પ્રેગ્નેન્ટ થઈ હતી અને ૮ બચ્ચાને જન્મ આપી ચુકી છે ત્યારે હાલમા આ દીપડીના બચ્ચા ૭ મહિનાના હોઈ બચ્ચાનું જીવન જોખમમા મુકાયું છે.લેપર્ડ અમ્બેસેડર ની રીસર્ચ ટીમના સભ્ય ચેતન જોષી,દત ભટ્ટ,કૌશલ મોદિ,પૃથ્વીરાજ દ્વારા અત્યાર સુધીમા આ દીપડીને માનવ વસાહત ,ખેતરો,તેમજ ઘણી વાર બકરી વાછરડુંનું મારણ કરતા ૧૨૦ વાર ડૉક્યુમેન્ટ કરી છે ત્યારે રસપ્રદ વાત એ છે એ આ દીપડીએ અત્યાર સુધી એક પણ માણસ પર હુમલો નથી કર્યો.


આ અંગે લેપર્ડ એમ્બેસેડરની રિસર્ચ ટિમના કૌશલ મોદીએ કનેક્ટ ગુજરાત સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યુ હતું કે દીપડીનું શંકાસ્પદ મોત જણાય આવે છે અને બની શકે છે કે તેને ઝેર આપીને મોતને ઘાટ ઉતારવામાં આવી છે. દીપડી કોઈ દિવસ માનવ પર હુમલો કર્યો નથી તો પ્રકારનું કૃત્ય શા માટે? વધુમાં વાતચીત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે વન વિભાગને આ અંગેની જાણ કરવામાં આવતા અધિકારીઓએ જણાવ્યુ હતું કે દીપડીની ડી હાઈડ્રેશનના કારણે મોત નીપજયું છે પરંતુ તંત્ર દ્વારા એફ.એસ.એલ. ચકાસણી કરવામાં નથી આવી એ બાબત શંકા ઉપજાવે એમ છે ત્યારે દીપડીના શંકાસ્પદ મોત બાબતે તંત્ર યોગ્ય તપાસ કરાવે એવી માંગ કરવામાં આવી છે સાથે જ આવનારા દિવસોમાં આવા કોઈ બનાવ બને તો FSL રિપોર્ટ અચૂકપણે કરવવાની તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે.

આ બાબતે કનેક્ટ ગુજરાત દ્વારા વાલિયા રેન્જ ફોરેસ્ટ ઓફિસર મહિપાલસિંહ ગોહિલનો સંપર્ક કરવામાં આવતા તેઓએ જણાવ્યુ હતું કે દીપડીના મોતની જાણ થતાં જ વન વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તેનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. હાલ ગરમીનું પ્રમાણ વધારે હોવાના કારણે ડી હાયડ્રેશનના કારણે મોત નીપજયું હોવાનું અનુમાન છે. FSL રિપોર્ટ અંગે તેઓને પૂછતા જણાવ્યુ હતું કે FSL રિપોર્ટ અંગેનો નિર્ણય તબીબ દ્વારા લેવામાં આવે છે

અત્રે ઉલ્લેખનીય છે કે વન્યજીવો વન સંસ્કૃતિની ધરોહર છે. ભરૂચ જીલ્લામાં આમ પણ ઓદ્યોગીકરણના કારણે વન્યજીવ સૃષ્ટિની સંખ્યામાં ઘટાડો નોધાયા રહયો છે ત્યારે આ પ્રકારના બનાવો ખૂબ જ ચિંતાજનક છે. જેટલું મૂલ્ય માનવ જીવનનનું છે એટલું જ મૂલ્ય વનમાં વિહરતા પશુઓનું પણ છે ત્યારે વન વિભાગ સહિતની એજન્સી આ બાબતે ગંભીરતા દાખવી વન્યજીવોના અસ્તિત્વને કેવી રીતે ટકાવી રખાય એ બાબતે ધ્યાન આપે એ અત્યંત જરૂરી છે

Next Story
Share it