ભરૂચ : જંબુસર પાલિકાની સામાન્ય સભા મળી, સર્વાનુમતે મંજૂર થયેલા કેટલાક કામોમાં મતભેદ સર્જાયો...

પાલિકાની જગ્યામાં દુકાનો ઓફિસોના ભાડા અંગેના નિયમો બનાવવાના કામે વિરોધ સાથે મતભેદ જોવા મળ્યા હતા.

New Update
ભરૂચ : જંબુસર પાલિકાની સામાન્ય સભા મળી, સર્વાનુમતે મંજૂર થયેલા કેટલાક કામોમાં મતભેદ સર્જાયો...

ભરૂચ જિલ્લાના જંબુસર નગરપાલિકાની જનરલ સભા પાલિકા ખાતે યોજાઇ હતી. જેમાં 22 કામો એજન્ડામાં હતા, અને સત્તાનીરૂએ 8 કામો મુકવામાં આવ્યા હતા. તેમાં વિકાસના કામ સર્વાનુમતે મંજૂર કરાયા હતા, જ્યારે અન્ય કામોમાં મતભેદ સર્જાયો હતો. જંબુસર નગરપાલિકા ખાતે જનરલ સભા પ્રમુખ ભાવના રામીની અધ્યક્ષતામાં યોજાય હતી. કુલ 27 સભ્યો પૈકી 25 સભ્યો હાજર રહ્યા હતા. સરદાર સભામાં કુલ 22 કામો તથા સત્તાની રૂએ 8 કામોનો સમાવેશ કરાયો હતો.

સને 2021-22ની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરી સડક યોજના હેઠળ પાલિકા વિસ્તારના રસ્તા રીસર્ફેસિંગ કામ, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વેસ્ટના નિકાલનું કામ, અણખી ભાગોળ પાણીની ટાંકી બાંધકામ સમય મર્યાદા વધારવાનું કામ, એરિયા બેઝ આકારણી કરવાની કામગીરીની સમય મર્યાદા વધારવા, પાલિકાની જુદી જુદી યોજનાની ગ્રાન્ટ હેઠળના કામોનું આપેલ વર્ક ઓર્ડરનું કામ સહિતના કામો સર્વાનુમતે મંજૂર કરાયા હતા, જ્યારે પાલિકામાં ખાસ સફાઈ ઉપકરના નિયમો બનાવવા, વાહન વેરાના નિયમો બનાવવા, ગટર વેરા, પાણી વેરો, સ્ટ્રીટ લાઈટ વેરાના નિયમો બનાવવા બાબતે મતભેદ સર્જાયો હતો, જ્યારે વરસાદી કાંસોની સફાઈ કરવાની કામગીરી, પાલિકાની તૃતીય પુનરાવર્તિત વિકાસ નક્શો બનાવવા હયાત જમીનનું સર્વે કરવા ટીપી સ્કીમ તથા ડીપી નકશામાં સુધારો કરવા, પાલિકાની જગ્યામાં દુકાનો ઓફિસોના ભાડા અંગેના નિયમો બનાવવાના કામે વિરોધ સાથે મતભેદ જોવા મળ્યા હતા.

Latest Stories