ભરૂચ : ઝઘડિયાના લીમોદરા ગામની સીમમાંથી મહાકાય અજગર ઝડપાયો

સેવ એનિમલ રેસક્યું ટીમને જાણ થતાં જ તાત્કાલિક રેસક્યું ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને અજગરને પકડવાની કવાયત હાથ ધરી હતી.

New Update

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલ લીમોદ્રા લાડવાવડ ખાતે ખેડૂતના ખેતરમાં એક 10 ફૂટ લાંબો મહાકાય અજગર દેખાતા ખેડૂત ભયભીત બન્યો હતો. જે બાદ ખેડૂત દ્વારા તાત્કાલિક ઝઘડિયાની સેવ એનિમલ રેસક્યું ટીમને જાણ કરવામાં આવી હતી. જોકે સેવ એનિમલ રેસક્યું ટીમને જાણ થતાં જ તાત્કાલિક રેસક્યું ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને અજગરને પકડવાની કવાયત હાથ ધરી હતી. બાદમાં રેસક્યું ટીમના સભ્ય કમલેશ વસાવા, આશીષ વસાવા, દિપક પાલી તેમજ સુનિલ શર્માએ અજગરને ભારે જહેમત બાદ રેસક્યું કરી પકડી પાડ્યો હતો અને રેસક્યું કરાયેલા અજગરને ઝઘડિયા વન વિભાગની ઓફિસ ખાતે પહોંચાડવામાં આવ્યો હતો. જોકે આ મહાકાય અજગરને વહેલી તકે કોઈક સલામત સ્થળે લઈ જઈને છોડી મુકવામાં આવશે તેમ સેવ એનિમલ ટીમ દ્વારા જણાવ્યું હતું.

Latest Stories