ભરૂચ : આછોદ-મછાસરા રોડ પર સર્જાયો અકસ્માત, એકનું મોત

ભરૂચના આમોદ ખાતે આછોદ મછાસરા રોડ પર પીક અપ ટેમ્પો અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક પર સવાર મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું.

New Update

ભરૂચના આમોદ ખાતે આછોદ મછાસરા રોડ પર પીક અપ ટેમ્પો અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક પર સવાર મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું.

બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, આમોદના આછોદથી મછાસરાને જોડતા માર્ગ ઉપર ટાટા મોબાઈલ પિક અપ અને બાઈક ભયંકર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક ઉપર સવાર નવ દંપતી જે આશરે 6 થી 7 મહિના પહેલાં જ લગ્નજીવનમાં પ્રવેશ કર્યો હતો. જે મહિલા અકસ્માત દરમિયાન મોતને ભેટી હતી. આછોદ ગામની મહિલાનું સ્થળ ઉપર જ કમકમાટીભર્યું મોત નીપજતા પંથકમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી. જ્યારે તેમનાં પતિને ગંભીર ઈજાઓ થતાં તેઓને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા S,S.G, હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.