Connect Gujarat
ભરૂચ

ભરૂચ-અંકલેશ્વર માર્ગને એસટી. બસે ફરી બનાવ્યો અ’કસ્માત ઝોન, કારને ટક્કર મારતા સર્જાયો ટ્રિપલ અકસ્માત..!

ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે વાહનોની સંખ્યામાં વધારો થતાં ગોલ્ડન બ્રિજને સમાંતર નવો નર્મદા મૈયા બ્રિજ બનાવવામાં આવ્યો છે.

X

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે નર્મદા મૈયા બ્રિજ પરથી એસટી. બસને પરવાનગી અપાયા બાદ પ્રથમ અકસ્માત સર્જાયો હતો. જેમાં પુરઝડપે આવતી એસટી. બસે કારને ટક્કર મારતા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે વાહનોની સંખ્યામાં વધારો થતાં ગોલ્ડન બ્રિજને સમાંતર નવો નર્મદા મૈયા બ્રિજ બનાવવામાં આવ્યો છે. નર્મદા મૈયા બ્રિજ બનવાથી વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ તો મળી છે, પણ એક નવી સમસ્યા ઉભી થઇ છે અને તે છે અકસ્માતની... ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ પરથી ભારદારી વાહનોની અવરજવર જોખમી સાબિત થઇ હતી. જેના કારણે વહીવટી તંત્ર દ્વારા ભારદારી વાહનોની અવરજવર માટે પ્રતિબંધ ફરમાવાયો હતો. જોકે, હવે નર્મદા મૈયા બ્રિજ પરથી માત્ર એસટી. બસોને પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે, ત્યારે આ મંજૂરી લોકો સામે જીવનું જોખમ ઊભું કરી રહી છે. ભરૂચ-અંકલેશ્વર રોડ પર બેફામ દોડતી એસટી. બસો અકસ્માતને ઇજન આપી રહી છે. નર્મદા મૈયા બ્રિજ પરથી ST બસને પરવાનગી અપાયા બાદ રવિવારના રોજ ભર વરસાદ વચ્ચે પ્રથમ અકસ્માત સર્જાયો હતો. જેમાં પુર ઝડપે આવતી એસ.ટી. બસે આગળ ચાલતી કારને ટક્કર મારતા કાર તેના આગળ ચાલતી અન્ય કાર સાથે ધડાકાભેર અથડાઇ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે, વચ્ચે રહેલી કારનો બુકડો બોલી ગયો હતો, જ્યારે આગળ રહેલી કાર ડિવાઈડર પર રહેલ સ્ટ્રીટ લાઇટના પોલ સાથે ભટકાય હતી. બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળાં ભેગા થયા હતા. તો બીજી તરફ, 108 ઈમરજન્સીની ટીમ સહિત પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિ કારમાં ફસાઈ જતાં બચાવ કામગીરી માટે લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી. ત્યારબાદ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, હવે ફરી એકવાર એસટી. બસોને અહીના માર્ગથી પર અવરજવર માટે પ્રતિબંધ ફરમાવાય તેવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે.

Next Story