Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જંબુસરના સ્વરાજભવન ખાતે RSS સંચાલિત ત્રિવિક્રમ શાખાનો વાર્ષિકોત્સવ યોજાયો

ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં આવેલ સ્વરાજભવન ખાતે રાષ્ટ્રીય સેવક સંઘ સંચાલિત ત્રિવિક્રમ શાખાનો વાર્ષિકોત્સવ યોજાયો હતો.

ભરૂચ : જંબુસરના સ્વરાજભવન ખાતે RSS સંચાલિત ત્રિવિક્રમ શાખાનો વાર્ષિકોત્સવ યોજાયો
X

ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં આવેલ સ્વરાજભવન ખાતે રાષ્ટ્રીય સેવક સંઘ સંચાલિત ત્રિવિક્રમ શાખાનો વાર્ષિકોત્સવ યોજાયો હતો. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ જંબુસર દ્વારા રક્ષાબંધન ગુરુપૂર્ણિમા વિજયાદશમી સહીતના કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. ભરૂચ જિલ્લાના જંબુસર ત્રિવિક્રમ શાખાનો વાર્ષિકો ઉત્સવ નગરના સ્વરાજ ભવન ખાતે જિલ્લા પ્રચાર પ્રમુખ મનોજ ઠાકરની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત પ્રદેશ પ્રભારી નિલેશ ભાવસાર, તાલુકા કાર્યવાહ હર્ષદ ગોહિલ, પ્રભાત શાખા કાર્યવાહ સંતોષ પુથરણ ઉપસ્થિત રહ્યા હતા.

જંબુસરના સ્વરાજભવન ખાતે યોજાયેલ રાષ્ટ્રીય સેવક સંઘ સંચાલિત ત્રિવિક્રમ શાખાનો વાર્ષિકોત્સવમાં ઉપસ્થિતોએ શાખાનું મહત્વ ઉદ્ભવ વિકાસ અને સમાજને થતા ફાયદા અને વ્યક્તિ નિર્માણથી સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણની વાત કરી હતી. આ સાથે જ સંઘની શાખા કે, રમતગમતનું મેદાન કે, સાધન નથી. શાખા સમાજને દિશા આપવાનું કાર્ય કરે છે. શાખા દ્વારા 6 ઉત્સવો થાય છે. આ સહિત ગુજરાત પ્રાંતની પ્રભાત શાખા સારી ચાલે છે. જોકે, દરેક વ્યક્તિએ એક કલાક ફેસબુક કે, વોટ્સ એપનો ઉપયોગ કરવો નહીં. પરંતુ શાખાને આ સમય આપવો જોઈએ તો જ સમાજ જાગરણ થશે ડોક્ટર સાહેબની કલ્પનાને સાકાર કરવા અપીલ કરવામાં આવી હતી. ત્રિવિક્રમ શાખાનો વાર્ષિકોત્સવ પ્રસંગે પુસ્તક અને ગૌમાતા પ્રદર્શની રાખવામાં આવી હતી. આ અવસરે ગામ અગ્રણીઓ, રાષ્ટ્રીય સેવક સંઘના પદાધિકારીઓ ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Next Story