Connect Gujarat
ભરૂચ

ભરૂચ : મધ્ય અને દક્ષિણ ગુજરાત ભાજપ યુવા મોરચાની બેઠક મળી, પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટ રહ્યા ઉપસ્થિત...

પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં ભરૂચ ખાતે મધ્ય અને દક્ષિણ ગુજરાત ભાજપ યુવા મોરચાની બેઠક મળી હતી

X

ગુજરાત પ્રદેશ યુવા મોરચા પ્રમુખ પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં ભરૂચ ખાતે મધ્ય અને દક્ષિણ ગુજરાત ભાજપ યુવા મોરચાની બેઠક મળી હતી. ઝાડેશ્વર વિસ્તાર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે મધ્ય અને દક્ષિણ ગુજરાત ભાજપ યુવા મોરચાની બેઠક મળી હતી. આ બેઠક યુવા મોરચાના આગામી કાર્યક્રમો તેમજ સરકારની વિવિધ યોજનાઓ સોશિયલ મીડિયાના માધ્યમથી પહોચાડવા બાબતે ચર્ચા કરી આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું.

આ બેઠકમાં મધ્ય અને દક્ષિણ ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રમુખ, મહામંત્રી અને પ્રભારી મળી 100થી વધુ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટ, ઉપપ્રમુખ મુકેશ રાઠવા, યુવા મોરચા પ્રદેશ મહામંત્રી ઈશાન સોની, યુવા મોરચા પ્રદેશ મંત્રી સૂરજ દેસાઈ અને ભાવિકા ઘોઘારી, ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જીલ્લા મહામંત્રી નિરલ પટેલ સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.

Next Story