Connect Gujarat
ભરૂચ

ભરૂચ : આમોદ અને સુડી સમનીમાં રસ્તાના કામમાં ગેરરીતીનો કોંગ્રેસનો આરોપ

જો યોગ્ય તપાસ કરવામાં નહિ આવે તો આંદોલનની ચીમકી આપવામાં આવી છે.

ભરૂચ : આમોદ અને સુડી સમનીમાં રસ્તાના કામમાં ગેરરીતીનો કોંગ્રેસનો આરોપ
X

ભરૂચ જિલ્લાના આમોદમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 64ના કામમાં ગેરરીતી થઇ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જો યોગ્ય તપાસ કરવામાં નહિ આવે તો આંદોલનની ચીમકી આપવામાં આવી છે. ભરૂચ અને જંબુસરને જોડતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૬૪ ઉપર હાઇવે ઓથોરિટી દ્વારા ૨૦૧૭ માં ૧૩.૪૦ કરોડના ખર્ચે આમોદ તેમજ સુડી સમની રોડનું કામ આપવામાં આવ્યું હતું.

જે કામ એસ્ટીમેન્ટ વિરૂદ્ધ થયેલુ હોવાના આક્ષેપ સાથે આમોદ શહેર કોંગ્રેસ પ્રમુખ અબ્દુલમજીદ બરફવાલાએ મામલતદારને આવેદન આપ્યું છે. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર રસ્તાના નિર્માણ માટે રોડ સેફટીના નિયમોનું પાલન કરવાનું હતું પરંતુ એજન્સીઝ દ્વારા કોઈ નિયમનું પાલન કરવામાં આવ્યું નથી. તેમજ રીફલેકસીંગ લાઇટ તેમજ સાઈનિંગ બોર્ડનું કામ પણ કરેલ ન હોવાથી વારંવાર અકસ્માત થાય છે. જેનો ભોગ નિર્દોષ વાહનચાલકો બની રહ્યા છે. આ બાબતે સંલગ્ન અધિકારીઓને રજુઆત કરવા છતાં કોઇ કાર્યવાહી કરાતી નથી. જો આ બાબતે યોગ્ય કાર્યવાહી નહિ થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે.

Next Story