Connect Gujarat
ભરૂચ

ભરૂચ: રૂ. 85 કરોડના કથિત કૌભાંડમાં કોંગી આગેવાન સંદીપ માંગરોલાના 2 દિવસના રિમાન્ડ મંજૂર, અન્ય એજન્સીઓ પણ તપાસમાં જોડાશે.!

પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા અદાલતે 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા

ભરૂચ: રૂ. 85 કરોડના કથિત કૌભાંડમાં કોંગી આગેવાન સંદીપ માંગરોલાના 2 દિવસના રિમાન્ડ મંજૂર, અન્ય એજન્સીઓ પણ તપાસમાં જોડાશે.!
X

વાલિયાની ગણેશ સુગર ફેકટરીના પૂર્વ ચેરમેન અને કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાની સોમવારે 85 કરોડના આર્થિક કૌભાંડમાં ધરપકડ થયા બાદ તેઓની 15 કલાક સુધી મેરેથોન પૂછપરછ ચાલી હતી. મંગળવારે સાંજે પોલીસે ઉંચાપતના મૂળ સુધી પહોંચવા 10 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા અદાલતે 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

વાલિયાની વટારીયા શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીના પૂર્વ ચેરમેન અને કોંગ્રેસ આગેવાન સંદીપસિંહ માંગરોલા સહિત 8 લોકો સામે ₹85 કરોડની ઉચાપતના ગુનામાં સોમવારે તત્કાલીન ચેરમેનની ધરપકડ બાદ ભરૂચ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં સહકારી અને રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે. વાલિયા પોલીસ મથકે રવિવારે મધરાતે 20 ફરિયાદ દાખલ કરાયા બાદ સોમવારે બપોરે સંદીપ માંગરોલાની ધરપકડ કરાઈ હતી. પોલીસ દ્વારા તેઓની સુગર ફેક્ટરીને અન્ય 8 આરોપીઓ સાથે મળી ₹85 કરોડની કરાયેલી ઉંચાપત અંગે 15 કલાક સુધી પૂછપરછ ચાલી હતી ₹85 કરોડના કૌભાંડના મૂળ સુધી પહોંચવા સંદીપ માંગરોલાને મંગળવારે સાંજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવનાર હોવાનું ડીવાયએસપી એમ.પી. ભોજાણીએ જણાવ્યું હતું. પોલીસે પૂર્વ ચેરમેન અને કોંગી અગ્રણીના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં અદાલતે 2 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા.સુગર ફેક્ટરીને આર્થિક રીતે ખોખલું કરી દેનારી અને 18000 સભાસદોની જીવાદોરી સમાન ગણેશ સુગરમાં અચરાયેલી આ ઉચાપતમાં સંદીપ માંગરોલાના રિમાન્ડ મંજુર થયા બાદ અન્ય 8 આરોપીઓની ધરપકડનો દોર તેજ બની શકે છે.ગણેશ સુગરમાં વહીવટ કર્તાઓ દ્વારા ફરિયાદ મુજબ આચરાયેલા ₹85 કરોડનું કથિત કૌભાંડ બહાર આવ્યા બાદ રાજ્યની અન્ય સુગર ફેકટરીઓના આર્થિક વ્યવહારોની પણ તપાસ થઈ શકે છે. સાથે જ પોલીસ સાથે આ કૌભાંડની તપાસમાં ઇન્કમટેક્ષ વિભાગ અને જીએસટી વિભાગ સહિતની એજન્સીઓ જોડાઈ શકે છે.

Next Story