Connect Gujarat
ભરૂચ

ભરૂચ: પિતરાઇ ભાઈએ બહેનની છરીના ઘા મારી કરી હત્યા, ભાણેજની નજર સામે જ હત્યાકાંડને આપ્યો અંજામ

પારિવારિક અને આર્થિક ખટરાગમાં હત્યાના ગુનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું

ભરૂચ: પિતરાઇ ભાઈએ બહેનની છરીના ઘા મારી કરી હત્યા, ભાણેજની નજર સામે જ હત્યાકાંડને આપ્યો અંજામ
X

ભરૂચનો ચકચારી બનાવ

પિતરાઇ ભાઈએ બહેનની કરી હત્યા

ભાણેજ સામે જ બહેનની હત્યા કરી

પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચ શહેરના તુલસીધામ વિસ્તારમાં ભાણેજની નજર સામે જ પિતરાઇ મામાએ બહેનની હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ શહેરના તુલસીધામ વિસ્તારમાં આવેલ SLD ફ્લેટના મકાન નંબર 404માં રહેતા 44 વર્ષીય મનીષા જાવિયા તેઓના ઘરે હતા દરમ્યાનના તેઓના પિતરાઈ ભાઇએ ચપ્પુના ઘા ઝીંકી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર મામલા અંગે ભરૂચ શહેર સી ડીવિઝન પોલીસ મથકે જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતક મહિલાના મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી તપાસ શરૂ કરી છે.બનાવ બાદ ફરાર હત્યારા મનીષ ગોકણદાસ ભાલોડીયા સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. પારિવારિક અને આર્થિક ખટરાગમાં હત્યાના ગુનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ભાણેજની સામે જ મામાએ બહેનની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે

Next Story