Connect Gujarat
ભરૂચ

ભરૂચ: અંકલેશ્વર નજીક હાઇવે પર ચાલતા કેમિકલ ચોરીના રેકેટનો ક્રાઇમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ,2 આરોપીઓની ધરપકડ

હાઇવે પરથી પસાર થતા ટેન્કર ચાલકો સાથે મળી કેમિકલ્સ સગેવગે કરવામાં મુખ્ય સૂત્રધાર દિનેશ પુરોહિત મારવાડીને વોન્ટેડ જાહેર કરાયો છે.

ભરૂચ: અંકલેશ્વર નજીક હાઇવે પર ચાલતા કેમિકલ ચોરીના રેકેટનો ક્રાઇમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ,2 આરોપીઓની ધરપકડ
X

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે પાનોલી હાઇવે ઉપર ગોડાઉન ભાડે રાખી ચલાવાતાં કેમિકલ ચોરીના વેપલાને ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચના કર્મીઓ અંકલેશ્વરના પાનોલી નજીક પેટ્રોલીંગમાં હતા એ દરમ્યાન બાતમીના આધારે લક્ષ્મી વજન કાંટા પાસે ગોડાઉન ભાડે રાખી કેમિકલ માફિયાઓ દ્વારા ચલાવાતો વેપલો રંગે હાથ પકડી પડાયો હતો.પોલીસે સ્થળ પરથી રાજસ્થાનના હેમરાજ લિખામારામ ચૌધરી અને જીતેન્દ્ર રતિલાલ પ્રજપતિની ટેન્કરમાં મેટ્રીક ટન ચોરીનું ફેટી એસિડ સગેવગે કરતા ધરપકડ કરી હતી.સ્થળ પરથી ચોરીનું 24 મેટ્રીક ટન કાચું તેલ કિંમત ₹30.65 લાખ, ટેન્કર, રોકડા 23500 અને 2 મોબાઈલ મળી કુલ રૂપિયા 41 લાખ 23 હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. જ્યારે હાઇવે પરથી પસાર થતા ટેન્કર ચાલકો સાથે મળી કેમિકલ્સ સગેવગે કરવામાં મુખ્ય સૂત્રધાર દિનેશ પુરોહિત મારવાડીને વોન્ટેડ જાહેર કરાયો છે.

Next Story