Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના કાનવા ગામ નજીકથી રૂ. 4.99 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

વિદેશી દારૂની મોંઘીદાટ 3696 નંગ બોટલ મળી 4.99 લાખથી વધુનો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો અને બુટલેગર દશરથ ઉર્ફે દશુ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે

ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના કાનવા ગામ નજીકથી રૂ. 4.99 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
X

અંકલેશ્વર તાલુકાના કાનવા ગામથી માટીએડ ગામ વચ્ચે નહેરના રસ્તા ઉપરથી વિદેશી દારૂ મળી કુલ 4.99 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર તાલુકામાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે હજાત ગામનો કુખ્યાત બુટલેગર દશરથ બાબુ વસાવા કાનવા ગામથી માટીએડ ગામ વચ્ચેની નહેરના માર્ગ ઉપર વિદેશી દારૂનો જથ્થો ઉતારી રહ્યો છે જેવી બાતમી આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની મોંઘીદાટ 3696 નંગ બોટલ મળી 4.99 લાખથી વધુનો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો અને બુટલેગર દશરથ ઉર્ફે દશુ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ બુટલેગર પ્રોહિબિશન એક્ટના અનેક ગુનામાં સંડોવાયેલ છે.

Next Story