ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે બાયોડિઝલ ભરેલ ટેન્કર ઝડપી પાડ્યું,રૂ.11 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ

બાયો-ડીઝલ ભરેલ ટેન્કર સહિત કુલ રૂપિયા 11 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ટેન્કરના માલિક અને ચાલકને ઝડપી પાડ્યો

New Update

ભરુચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર નેશનલ હાઇવે પર ખરોડ ચોકડી નજીકથી બાયો-ડીઝલ ભરેલ ટેન્કર સહિત કુલ રૂપિયા 11 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ટેન્કરના માલિક અને ચાલકને ઝડપી પાડ્યો હતો જ્યારે મુખ્ય સૂત્રધાર અને અન્ય ત્રણ ઈસમોને ફરાર જાહેર કર્યા હતા..

Advertisment

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ બાયો-ડિઝલના ગેરકાયદેસર ઉત્પાદન અને સોલવન્ટબેઝ ઓઇલ,યુઝ્ડ એંજિન ઓઇલ ભેળસેળ કરેલ પેટ્રોલ-ડીઝલના વેચાણની પ્રવૃતિ અટકાવવા પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમીના આધારે અંકલેશ્વર નેશનલ હાઇવે પર ખરોડ ચોકડી નજીક આવેલ હોટલ લેન્ડ માર્કના કમ્પાઉન્ડમાં દરોડા પાડ્યા હતા પોલીસે બાતમીવાળુ ટેન્કર નંબર-જી.જે.19.વીની .2625 તપાસ કરતા ટેન્કરમાંથી 12 હજાર લિટર બાયોડિઝલ મળી આવ્યૂ હતુ. પોલીસે 6 લાખનો બાયો-ડીઝલનો જથ્થો અને 5 લાખનું ટેન્કર તેમજ 2 મોબાઈલ ફોન મળી કુલ 11 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો પોલીસે આમોદ મસ્જિદ પાસે રહેતા ટેન્કર ચાલક અબ્દુલ હુશેન મખ્દૂમહુશેન આરબ અને ટેન્કરના માલિક અકબર અફસર શેખને ઝડપી પાડ્યો હતો જ્યારે પોલીસે જવલનશીલ પ્રવાહી ભરી આપનાર મહેબૂબ અબ્દુલ ઝીણા સહિત કુલ ત્રણ આરોપીઓને ફરાર જાહેર કર્યા હતા

Advertisment