Connect Gujarat
ભરૂચ

ભરૂચ: હાંસોટ તાલુકાનાં વમલેશ્વર ગામે ચાલતા મીઠાના અગર બંધ કરાવવા ગ્રામજનોની માંગ

હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામમાં સમીર સોલ્ટ નામે ચાલતા ગેરકાયદેસર મીઠાના અગર દુર કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ

ભરૂચ: હાંસોટ તાલુકાનાં વમલેશ્વર ગામે ચાલતા મીઠાના અગર બંધ કરાવવા ગ્રામજનોની માંગ
X

હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામમાં સમીર સોલ્ટ નામે ચાલતા ગેરકાયદેસર મીઠાના અગર દુર કરવામાં આવે તેવી માંગ સાથેનો ઠરાવ ગ્રામ પચાયત વમલેશ્વરમાં સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યો છે.૧૯૯૨થી સમીર સોલ્ટ નામે ચાલતા મીઠાના અગરથી ગામની જમીનને ભારે નુકશાન થયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ગામજનોએ ઉગ્ર માંગણી સાથે જણાવ્યું હતું કે આ નુકશાન અને મુતપાય થયેલ જમીનનું યોગ્ય વળતર સમીર સોલ્ટ દ્વારા ખેડૂતોને આપવું જોઈએ.સમીર સોલ્ટ નામે ચાલતા મીઠાના અગરે વર્ષ ૨૦૦૮ પછી પોતાના સોલ્ટની પરમીશન રીન્યુ પણ કરાવેલ નથી.

તમામ શરતોનોનું ઉલ્લંઘન કરીને આજદિન સુધી ગેરકાયદેસર મીઠાનું ઉત્પાદન કરી કરવામાં આવી રહ્યું છે. સમીર સોલ્ટ નામે ચાલતા ગેરકાયદેસર મીઠાના અગરને તાત્કાલિક બંધ કરાવવામાં આવે એવી તંત્ર પાસે માંગ કરવામાં આવી છે અને જો માંગ ન સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

Next Story