New Update
આમોદ નગર સહિત પંથકમાં દશામાંનું વ્રત કરવા માટે શ્રધ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.આમોદ માર્કેટમાં દશામાંની અવનવી ડિઝાઈનની નાની મોટી અનેક પ્રતિમાઓ વેંચાણ અર્થે મુકવામાં આવી છે.અષાઢ વદ અમાસ એટલે કે દિવાસાના દિવસથી દશામાંના વ્રતનો પ્રારંભ થાય છે જે દશ દિવસ સુધી શ્રદ્ધાળુઓ ઉપવાસ કરી વ્રત કરે છે.જો કે આ વર્ષે દશામાંની મૂર્તિમાં પણ ૪૦ ટકા જેટલો ભાવ વધારો નોંધાયો છે છતાં શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે