Connect Gujarat
ભરૂચ

ભરૂચ: માછીમારોએ નર્મદા નદીમાં દુગ્ધાભિષેક કરી માછીમારીની સિઝનનો કર્યો પ્રારંભ

ભરૂચ: માછીમારોએ નર્મદા નદીમાં દુગ્ધાભિષેક કરી માછીમારીની સિઝનનો કર્યો પ્રારંભભરૂચ નજીક નર્મદા નદીનો મોટો પટ આવેલો છે

X

ભરૂચ: માછીમારોએ નર્મદા નદીમાં દુગ્ધાભિષેક કરી માછીમારીની સિઝનનો કર્યો પ્રારંભભરૂચ નજીક નર્મદા નદીનો મોટો પટ આવેલો છે અને નર્મદા નદીમાં માછીમારી કરી માછીમારો જીવન નિર્વાહ કરે છે. આમ તો માછીમારો દેવપોઢી એકાદશીથી માછીમારીની સિઝનનો પ્રારંભ કરવામાં આવે છે પરંતુ આ વર્ષે ભરૂચના માછીમારો દ્વારા આજરોજ આઠમના દિવસ નિમિત્તે નર્મદા નદીનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. માછીમારોએ નર્મદા માતાનું પૂજન અર્ચન કર્યું હતું અને આરતી ઉતારી હતી સાથે જ દુગ્ધાભિષેક કર્યો હતો માછીમારીની સિઝનનો પ્રારંભ કર્યો હતો. ભરૂચ નજીક નર્મદા નદી અને દરિયાના ભાંભરા પાણીમાં હિલાસ માછલીનું ઉત્પાદન થાય છે જેના થકી ભરૂચ અને તેની આસપાસના માછીમારો માછીમારી કરી જીવન નિર્વાહ કરે છે ત્યારે આજે તેઓએ પાવન સલીલા માં નર્મદાનું પૂજન અર્ચન કરી આ સિઝન સારી રહે એવી પ્રાર્થના કરી હતી

Next Story