Connect Gujarat
ભરૂચ

ભરૂચ : સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારતના થીમ પર ફિટ ઈન્ડિયા ફ્રીડમ રન ૪.૦ યોજવામાં આવી, વિવિધ શાળાના બાળકો જોડાયા...

ભરૂચમાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત હસ્તકની કચેરી જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા ફિટ ઈન્ડિયા ફ્રીડમ રન ૪.૦નું આયોજન કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ જિલ્લા ખાતે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત હસ્તકની કચેરી જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા ફિટ ઈન્ડિયા ફ્રીડમ રન ૪.૦નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક લોકો જોડાયા હતા.

ભરૂચમાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત હસ્તકની કચેરી જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા ફિટ ઈન્ડિયા ફ્રીડમ રન ૪.૦નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફિટ ઈન્ડિયા રન મુમેન્ટ ૨જી ઓક્ટોબરના રોજ દિલ્હી ખાતેથી શરુ થઈ હતી અને ૩૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ યુનિટી રન સાથે પૂર્ણ થશે. ત્યારે આજે ભરુચ જિલ્લા ખાતે ૩ કિ.મી રન માતરિયા તળાવથી શરૂ થઈ કલેકટર કચેરી અને ત્યાંથી પરત ફરી માતરિયા તળાવ ખાતે પૂર્ણ થઈ હતી. આ ઈવેન્ટને કોલેજના પ્રોફેસર જયપાલસિંહ મોરી, શ્વેતા વ્યાસ, અંકુર પટેલ અને જિલ્લા રમત વિકાસ અધિકારી રાજનસિંહ ગોહિલ દ્વારા ફ્લેગ ઓફ આપવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ જિલ્લાની વિવિધ શાળાના તથા કોલેજના બાળકો, અલગ અલગ સંસ્થાના દોડવીરો તથા મોટી સંખ્યામાં અન્ય નાગરિકો જોડાયા હતા.

Next Story