Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નેશનલ હાઇવે પર ચાર દિવસ સુધી ટ્રાફિકજામના એંધાણ, જાણો શું છે કારણ

ભરૂચ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે ટ્રાફિક સમસ્યાનો પર્યાય બની ગયો છે. નેશનલ હાઇવે પર વધુ એક વખત ટ્રાફિક જામના એંધાણ

ભરૂચ : નેશનલ હાઇવે પર ચાર દિવસ સુધી ટ્રાફિકજામના એંધાણ, જાણો શું છે કારણ
X

ભરૂચ જીલ્લાની હદમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર સોમવારથી ગુરુવાર સુધી ટ્રાફિકજામની સમસ્યા સર્જાશે. નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા વરેડીયા પાસે આવેલાં ભુખી ખાડીના પુલનું સમારકામ હાથ ધરવામાં આવનાર હોવાથી પુલ પર એક જ લેનમાંથી વાહનોને પસાર થવા દેવામાં આવશે.. ભરૂચ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે ટ્રાફિક સમસ્યાનો પર્યાય બની ગયો છે. નેશનલ હાઇવે પર વધુ એક વખત ટ્રાફિક જામના એંધાણ વર્તાય રહયાં છે અને તેનું કારણ છે વરેડીયા પાસે આવેલાં સાંકડા બ્રિજનું રીપેરીંગ કામ...સુરતથી વડોદરાને જોડતા ને.હા.48 ઉપર વરેડિયા ભૂખી પુલ ઉપર જૂના સાંકડા બ્રીજનું સમારકામની કામગીરી શરૂ કરાશે. આ કામગીરી તારીખ 13મી ડીસેમ્બરથી શરૂ કરી 16મી ડીસેમ્બર સુધી ચાલશે. આ સમય દરમિયાન માંચ કટથી વરેડિયા કટ સિંગલ લેનમાં વાહનોને પસાર થવા દેવામાં આવશે. સુરતથી વડોદરા જતા વાહનો માંચ કટથી સામેની સાઈડ સિંગલ લેનમાં જઈ વરેડિયા કટથી બહાર નીકળશે વડોદરાથી સુરત જતા વાહનો આ બ્રિજનો એક બાજુનો ઉપયોગ કરી શકશે. ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે વાહનચાલકોને નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે સુચના આપવામાં આવી છે.

Next Story