Connect Gujarat
ભરૂચ

ભરૂચ: હાંસોટની બિરલા સેલ્યુલોઝ કંપનીની લાઇનમાં ભંગાણ,પ્રદુષિત પાણી ખેતરોમાં ફરી વળ્યા

હાંસોટ તાલુકાના ખરચ ગામે આવેલ બિરલા સેલ્યુલોઝ કંપનીની પ્રદુષિત પાણી લઇ જતી પાઇપલાઇન માં એક મહિના માં બીજી વખત ભંગાણ સર્જાતા કેનાલમાં પ્રદુષિત પાણી ભળી જતાં તે પાણી કેનાલ વાટે ખેતરમાં જતાં ખેતીને ભારે નુકસાન થવા પામ્યું છે ખેતર ના માલિક મહેન્દ્ર વસાવાના જણાવ્યા મુજબ છેલ્લાં ઘણાં સમયથી મારા ખેતરમાં પાણી ભરાતા ખેતી માટે જમીન ખરાબ થતાં કોઇ પ્રકારના પાક અમો લઇ શકતા નથી વારંવાર બિરલા સેલ્યુલોઝ કંપની માં જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરતાં ઉપરાંત કોઈ પ્રકારનું વળતર પણ આપેલ નથી.

આ પાણી ગામના પશુઓ પણ પીતા તેઓના પણ મોત નિપજ્ય હતા. આ જ પાણીથી ગામની બહેનો પણ કપડાં ઘોઇ છે જેથી ચામડીના રોગો પણ થવાની શકયતા રહેલી છે આ અંગે ગ્રામજનોએ જીપીસીબીના અઘિકારી ઓને પણ જાણ કરેલ છે તેઓ પણ પાણીના નમૂનાઓ લઇ ગયેલ છે મરી ગયેલી માછલીઓને પણ લોકોમાં માછીમારો વેચતા તેઓના સ્વાસ્થ્ય સાથે પણ ગંભીર અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાતા નથી આથી ઓભા 'આસરમા તથા પાંજરોલી ગામોના ખેડૂતો આવનાર દિવસોમાં ગાંઘી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છે.

Next Story