Connect Gujarat
ભરૂચ

ભરૂચ: જિલ્લાના 9 તાલુકાઓમાં તલાટીની ઘટના કારણે અરજદારોના કામ અટવાયા,AAP દ્વારા પાઠવાયુ આવેદનપત્ર

આ બાબતે આજ રોજ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો કલેકટરને આવેદનપત્ર આપી તલાટીઓની નિમણૂક આપવાની માંગ કરી.

X

ભરૂચ જિલ્લામાં તલાટીઓની ઘટના કારણે અરજદારોને કામગીરી માટે ઘણી જ તકલીફો પડે છે.આ બાબતે આજ રોજ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો કલેકટરને આવેદનપત્ર આપી તલાટીઓની નિમણૂક આપવાની માંગ કરી.

આમ આદમી પાર્ટીના આગેવાનોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે,ભરૂચ જિલ્લામાં આવેલા અંકલેશ્વર, આમોદ, જંબુસર, ઝઘડિયા, નેત્રંગ, ભરૂચ, વાગરા, વાલીયા, હાંસોટ આ તાલુકામા તલાટીની કુલ 599 મહેકમ સામે હજી જિલ્લામાં અલગ અલગ તાલુકામા 118 જગ્યા ખાલી છે. જે અભાવના કારણે હાલ જે તલાટી છે એમના સિરે અન્ય પંચાયતોની પણ જવાબદારી હોય છે. જેથી દરેક તાલુકાની જનતાને એમના પ્રશ્નોના નિકાલ માટે ખુબ તકલીફો વેઠવી પડે છે.જેથી ખાલી પડતી મહેકમ જગ્યા તાત્કાલિકના ધોરણે ભરપાઈ થાય તે માટે જિલ્લામા આવેલા તાલુકાની જનતાના પડતર પ્રશ્નો માટેની રજૂઆત માટે અને કામના નિકાલ માટે વારંવારના પંચાયતોના ધક્કા ના ખાવા પડે અને જનતાના પ્રશ્નોનુ નિકાલ જલ્દી થાય તે માટે તાત્કાલિક ધોરણે તલાટીની પડતી ઘટ પુરવા માંગ કરાઈ હતી.

Next Story