ભરૂચ: નેત્રંગની મધુમતી ખાડીમાં બાઇક સવાર યુવાન તણાયો, મોડી રાતે મળી આવ્યો મૃતદેહ

નેત્રંગ તાલુકાના ઉમરખેડાથી વાંકોલ ગામે બાઇક લઈ હરિલાલ શંકરભાઇ વસાવા જઈ રહ્યા હતા. જેઓ મધુમતી ખાડીના વહેણમાં તણાઈ જતા લાપત્તા બન્યા હતા

New Update

ભરૂચ જીલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે નદી નાળા છલકાયા છે ત્યારે ભરૂચ જિલ્લામાં સૌથી વધુ નેત્રંગ તાલુકામાં સાડા ત્રણ ઇંચ વરસાદ છે જેના પગલે તાલુકામાંથી પ્રસાર થતી ખાડીઓ ગાંડીતૂર બની છે ત્યારે નેત્રંગ તાલુકાના ઉમરખેડાથી વાંકોલ ગામે બાઇક લઈ હરિલાલ શંકરભાઇ વસાવા જઈ રહ્યા હતા. જેઓ મધુમતી ખાડીના વહેણમાં તણાઈ જતા લાપત્તા બન્યા હતા અંગે ગ્રામજનોને જાણ થતા તેઓએ ભારે શોધખોળ કરતા મોડી રાતે તેઓનો મૃતદેહ મળી આવ્યો હતો

Advertisment