Connect Gujarat
ભરૂચ

ભરૂચ : આમોદ APMC ખાતે નિર્માણ પામેલ દુકાનો-ગોડાઉનનું વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે લોકાર્પણ...

આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે નિર્માણ પામેલ નવી દુકાનો તેમજ ગોડાઉનનું વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ જિલ્લાના આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે નિર્માણ પામેલ નવી દુકાનો તેમજ ગોડાઉનનું વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના આમોદ નગર સ્થિત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે કિશાન કલ્પવૃક્ષ આધુનિકરણની યોજના અંતર્ગત નિર્માણ પામેલ નવી દુકાનો તેમજ ગોડાઉનનું વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આમોદ APMC ચેરમેન દ્વારા આમોદ ખેતીવાડી સમિતિની પ્રવૃત્તિઓ તેમજ ખેડૂતો માટે કરેલી કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ ધારાસભ્ય અરુણસિંહ રણા તેમજ ડી.કે.સ્વામીનું સહકારી આગેવાનોએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ ઉપરાંત ખેતીવાડી સમિતિના માજી ચેરમેનોનું પણ ધારાસભ્યના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે.સ્વામી, માજી ધારાસભ્ય છત્રસિંહ મોરી, કિરણસિંહ મકવાણા, આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન સુરેશ પટેલ, સહકાર વિભાગના આગેવાનો, ખેડૂત આગેવાનો સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story