Connect Gujarat
ભરૂચ

ભરૂચ: શ્રાવણ માસના છેલ્લા સોમવારે ભૃગુ પુર્નઉત્થાન સમિતિ દ્વારા કાવડ યાત્રાનું કરાયું આયોજન

ભૃગુ પુર્નઉત્થાન સમિતિ દ્વારા આયોજિત કાવડ યાત્રાનું પ્રસ્થાન દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર ભરૂચથી કરવામાં આવ્યું હતું.

ભરૂચ: શ્રાવણ માસના છેલ્લા સોમવારે ભૃગુ પુર્નઉત્થાન સમિતિ દ્વારા કાવડ યાત્રાનું કરાયું આયોજન
X

ભૃગુ પુર્નઉત્થાન સમિતિ દ્વારા આયોજિત કાવડ યાત્રાનું પ્રસ્થાન દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર ભરૂચથી કરવામાં આવ્યું હતું.યાત્રામાં જુના ભરૂચના 500 વર્ષથી અતિ પૌરાણિક સ્વયંભૂ નવનાથ મહાદેવના શિવ મંદિરોમાં 108 કાવડીયો અને આશરે અઢીસો જેટલા શિવ ભક્તો દ્વારા જળ અભિષેક કરવામાં આવ્યું હતું. યાત્રાનું સમાપન વેજલપુર કામનાથ મહાદેવ મંદિર ખાતે થયું હતું. આ પ્રસંગે ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિરઆ ભક્તિદાસ સ્વામી, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના રાકેશ પ્રજાપતિ,મેહુલ વાળંદ તથા ભૃગુ પુર્નઉત્થાન સમિતિના સદસ્ય ચિરાગ શાહ ઉપસ્થિત રહ્યા હતા

Next Story